કાકા કાલેલકર ( નિબંધકાર, પ્રવાસલેખક )

                   

 

એવી નામના મેળવજો!!

મારા વિધ્યાર્થીમિત્રોને કહું છું કે- ધ્યાનમાં રાખજો કે તમે ગરીબોને માટે છો. ગરીબોની સેવા એજ તમારું વ્રત છે. દુનિયાનો બોજો ઉપાડનાર ગરીબો છે. સરકાર ચાલે છે એ કોના આધારે? ગરીબ ખેડૂતના આપેલા પાઈપૈસા પર સરકાર નભે છે. ગરીબોની દાઝ તમારા મનમાં રહે, એ મુખ્ય વસ્તુ છે.

ગરીબોને કોણ નથી દબાવતું?

ધર્મગુરુઓ,સાધુસંતો, સરકાર, કાયદા-કોર્ટો, દુકાળ બધાજ એમને દબાવે છે, ડરાવે છે. એટલું ઓછું હોય તેમ ધર્મપ્રચારકો એમાં જાતજાતની બીકોનો ઉમેરો કરે છે. જ્યાં જાઓ ત્યાં બીક, બીક ને બીક્ જ ભરેલી છે. તારો,શની,બળીયાકાકા- એ બધાની બીક. ઘરમાં ખાવાનું ન હોય તો ભલે – પણ અમુક દેવ કોપ્યો છે, અમુક ગ્રહ અવળો થયો છે. તેને તો દાન આપવું જ જોઈએ! સમાજ પણ એ દબાયેલા ને દબાવે છે. રેલ્વે ભાડું વધારે તો કઈ ના બોલાય પણ મજૂરને બે પૈસા વધારે ન અપાય!

વિલાયતી માલની દુકાનમાં ભાવની રકઝક કરીએ તો પ્રતિષ્ઠા ઓછી થાય, પણ શાકબજારમાં કેટલી રકઝક કરીએ છીએ! વખત છે ને શાકવાળી છેતરે તો ! એ બાઈ છેતરી છેતરીને કેટલું છેતરવાની હતી? બહુ બહુ તો બે આના. અને તે બે આના એ શા માટે મેળવે છે ? મોજમજા કરવા? કે ફક્ત જીવતા રહેવા?

ગરીબોની દાઝ ભૂલીને આપણે નિષ્ઠુર બન્યા છીએ. એક વરસના જેલનિવાસ દરમિયાન મે જોયું કે ગરીબોજ જેલમાં આવે છે. કોણ છાતી પર હાથ રાખીને કહી શકે એમ છે કે ગરીબો વધારે ગુનેગાર છે અને પૈસાદાર નથી? પૈસાદારો પૈસાની મદદથી સજામાંથી છટકી જાય છે, ને ગરીબ લોકોજ સપડાય છે. જેલમાં પણ એમને નસીબે મુસીબતો અને જુલમો લખેલા હોય છે. કાયદાનો પણ અમલ કરનાર તો માણસોજ હોય છે ને ! સજામાં પૈસાદાર-ગરીબ બંને સરખા છે.  પણ જેલમાં પૈસાદાર માણસ સહેલાઈથી સગવડો મેળવે છે ને બિચારા ગરીબોજ સજાઓ ભોગવે છે.

ગરીબોનો બેલી આજે કોઈ નથી. એવી દશામાં વિદ્યાર્થીઓ આગળ હું કઈ ‘કેરિયર’ મૂકું? જેમને ગરીબોની દાઝ છે, એવાઓને માટે એક જ કેરિયર છે – ગરીબ થઈને આપણે ગરીબોની સેવા કરીએ. પેલા બિચારા લાચારીથી ગરીબ થાય છે, આપણે સ્વેચ્છાપૂર્વક ગરીબાઈ સ્વીકારીએ. આપણી તાકાત છતાં આપણે પૈસા મેળવવાની હોડ શરતમાં ન દોડીએ અને ગરીબાઈ ના કષ્ટો વેઠીને ગરીબોની દાઝ  પ્રદર્શિત કરીએ. એ નવી કેરિયર વિદ્યાર્થીઓ આગળ રહે, તો આ દેશનો ઉધ્ધાર થવાનો છે. સ્વરાજ્યનો અર્થ ગોરા અમલદારોને બદલે દેશી અમલદારો નીમાય એ નથી, પણ ભણેલા ગરીબોની સેવા કરતા થાય એ છે. નહિ તો પછી પરરાજ્ય અને સ્વરાજ્ય વચ્ચે ભેદ શો?

દુકાળથી આપણામાંથી કોઈ મરી નથી જતું, પણ અનાજ પેદા કરનાર લોકો જ મરે છે. કેટલું દુદૈર્વ! એ દશા જોઇને માણસમાં માણસાઈ રહી છે કે કેમ એ વિશે શંકા થાય છે.

જેલમાં રાવજી કરીને એક ભીલ કેદી હતો.  તે પોતાની બહાદુરીનું વર્ણન કરતાં મને કહેતો હતો કે, મેં ત્રણ દુકાળમાં મારા બાળબચ્ચાને જીવતાં રાખ્યા!

આ વાતમાં તે અભિમાન લેતો હતો. એની કરુણ કહાની સાંભળીને મારી ઓરડીમાં જઈને હું રોઈ પડ્યો. ત્રણ-ત્રણ દુકાળમાં પોતાના બાળબચ્ચાંને બચાવ્યાં એમાં માણસને અભિમાન લેવું પડે, એ સ્થિતિ કેવી! આવી સ્થિતિમાં માણસ કેરિયર ખોળે, પૈસાદાર થવા માંગે?

                   --કાકા કાલેલકર

 

 

 

        0

Quality Education
About us:
Philosophy
History of the School
Staff Directory
FAQ's
NIB Policies
Messages
Admissions
Contacts
Campus:
Science Lab
Biotech Lab
Smartclass
3D Lab
A.C. Hostel
Science:
Career Guide
NIOS
Introduction
GUJCET-2020
NEET-2020
JEE- MAIN 2020
JEE-Advanced-2020
School Result
Students:
Test
Photo Gallery
Video Gallery
Announcements
News
NIBians
Result
School Calendar